ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
નાગર બ્રાહ્મણ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. વડનગરા નાગરની ત્રણ માંહેની એ નામની એક પેટા જ્ઞાતિ. વડનગરાની ત્રણ પેટા જ્ઞાતિઃ નાગર ગૃહસ્થ, નાગર બ્રાહ્મણ અને ડુંગરપુરા. ચૌલોક્યોના વખતમાં વિદ્વત્તા અને રાજકારણમાં નાગર બ્રાહ્મણો જ અગ્રેસર હતા, એ વાત તેઓએ બનાવેલા ગ્રંથો, તેઓને રાજ્યમાં મળેલી મોટી મોટી જગ્યાઓ વગેરે ઉપરથી સ્પષ્ટ થાય છે. વલ્લભીકાળથી નાગર બ્રાહ્મણો મહત્વનું સ્થાન ભોગવે છે. વલ્લભી વખતનાં તેઓનાં અનેક તામ્રપત્રો ઉપરથી તેમ જ અણહિલવાડ પાટણના વખતમાં ઉપર બતાવેલાં સાધનો ઉપરથી દેખાય છે. હાલમાં નાગર અને બ્રાહ્મણ એવા જે બે સ્પષ્ટ વિભાગો દેખાય છે તેવા તે વખતે નહોતા. હાલના નાગરોને પોતાના નામ સાથે બ્રાહ્મણ શબ્દ લગાડવામાં સંકોચ લાગે છે. તેઓ બ્રાહ્મણ શબ્દનો ભિક્ષુક શબ્દના અર્થમાં ઉપયોગ કરે છે. તથાપિ પૂર્વકાળમાં સર્વ નગર જ્ઞાતિ પોતાને નાગર બ્રાહ્મણ પદ મોટા અભિમાન સાથે લગાડતી એમ માલૂમ પડે છે.